|| ॐ नर्मदे हर ||
ઉદાર હાથે દાન આપી સંસ્થાને સહકાર આપો. 🙏 Donate Now

ઉદ્દેશ્ય
જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ બિન નફાકારક, બિનસરકારી સંસ્થા, ( NGO ) છે. આ ટ્રસ્ટ સૌના સાથ અને સહકારથી ઉદાર હાથે આવતા દાન, ફંડફાળા દ્વારા ચાલતી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સેવાભાવી સંસ્થા છે. જેનું કાર્યક્ષેત્ર સમગ્ર ભારતમાં છે. આ ટ્રસ્ટ ને ભારત સરકારે સમાજના હિતાર્થે વિવિધ પ્રકારના લોકકલ્યાણ ના સાર્વજનિક કામ માટે મંજૂરી આપેલ છે. જેમાં ટ્રસ્ટીઓ માનદ સેવા આપે છે.12A,80G, નીતિ આયોગ અને CSR -1, વગેરે ટેક્સ બેનિફિટ ના લાભ આપતી ભારત સરકારની માન્યતા પ્રાપ્ત નોંધાયેલી સંસ્થા છે.આપણા આ ટ્રસ્ટને (મેમોરેન્ડમ ઓફ એસોસિએશન )બાળકોના વિકાસ માટે, પુરુષ તથા મહિલાઓને શિક્ષણ તેમજ રોજગાર, શાળા,કોલેજ ,આઈ.ટી.આઈ, રિસર્ચ સેન્ટર ,પુસ્તકાલય, સેવા કેમ્પ, મંદિર ,આશ્રમ ,હોસ્પિટલ, બ્લડ ડોનેશન કેમ્પ, નેત્રદાન, રોગનિદાન કેમ્પ, કૃષિ વિજ્ઞાન, વ્યસનમુક્તિ, દવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પાંજરાપોળ, સરકારી યોજનાઓનો લાભ અપાવવો, પાણી પરબ, ચબૂતરો ,ગૌશાળા, અન્નક્ષેત્ર, આવાસ, સ્વચ્છતાના કાર્યક્રમો, શૌચાલય, વૃક્ષારોપણ, ચેકડેમ, પર્યાવરણ જાળવણી, અંધ અપંગ, બૈરા મૂંગા, વિધવાઓને સહાય, એમ્યુઝમેન્ટ પાર્ક, સ્પોટ્સ, સ્કિલ ડેવલપમેન્ટ, સમાજ કલ્યાણ માટે વિવિધ પ્રકારના સેમિનાર માટે કોમ્યુનિટી હોલ, એમ્બ્યુલન્સ, ફિઝિયોથેરાપી, યજ્ઞશાળા, પ્રવાસ, અબોલા જીવ ની સેવા વગેરે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરવા માટે ભારત સરકાર ની મંજૂરી મળેલ છે.
નર્મદા નદી નો ઇતિહાસ.
નર્મદા નદી મધ્ય ભારતમાં આવેલી નદી છે. ગંગા નદી ઉત્તર ભારતના ગંગા યમુના ના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દક્ષિણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલિક સીમા વચ્ચે વહે છે. નર્મદા નદી ની લંબાઈ 1312 કિલોમીટર છે. ભારતની બધી નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે જ્યારે નર્મદા નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે. ભગવાનનું વરદાન છે કે આ નદી આજ દિન સુધી સુકાઈ નથી. કહેવાય છે કે ગંગા સ્નાને યમુના પાકે નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરે છે. દર વર્ષે લાખો લોકો નર્મદા નદીની પરિક્રમા કરીને ધન્ય બને છે.
મહાત્મ્ય :
નર્મદા દેશની સૌથી પવિત્ર નદીઓ પૈકીની એક ગણાય છે. નર્મદા નદીનું પ્રાચીન નામ રેવા છે. હિન્દુ ધર્મ પ્રમાણે નર્મદા સાત કલ્પોથી વહે છે. નર્મદા નદીને કાંઠે શ્રી આદિ શંકરાચાર્ય તેમના ગુરુ ગોવિંદ ભાગવતપાદને મળ્યા અને દીક્ષા ગ્રહણ કરી હતી. આખા વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીની જ પરિક્રમા થાય છે. રામપુરા થી તિલકવાડા ની વચ્ચે નર્મદા નદી ઉત્તરમાં વહેતી હોવાથી તેને ઉત્તરવાહીની કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે પરિક્રમા કરતા હોય ત્યારે નર્મદામૈયા તમને ગમેતે સ્વરૂપે સાક્ષાત દર્શન આપવા આવે છે પરંતુ તેમને ઓળખતા આવડવું જોઈએ. નર્મદા નો દરેક પથ્થર શિવલિંગ છે. પરિક્રમા:(1) 3 વર્ષ 3 મહિના 29 દિવસે પૂર્ણ થાય છે, તે 1312 km ની છે બંને દિશાએ 2624 km. થશે,(2) ઉત્તર વાહિની પરિક્રમા 22 કિલોમીટરની છે જે એક જ દિવસમાં પૂર્ણ કરી શકાય છે. સમગ્ર ભારતમાં રામપુરા થી તિલકવાડા ની વચ્ચે ઉત્તર તરફ, (હિમાલય તરફ) વહેતી નદી માત્ર એક જ છે ,તેથી તેનું મહત્વ વધુ છે.
આદ્ય શંકરાચાર્યજી રચિત નર્મદાષ્ટકમાં નર્મદા નદી માટે કહ્યું છે કે, અલક્ષલક્ષલક્ષપાપ લક્ષ સાર સાયુધં તતસ્તુજીવજન્તુતન્તુ ભુક્તિ મુક્તિ દાયકંમ્ અર્થાત પવિત્ર નર્મદા નદીના દર્શનમાત્રથી ભક્તોના પાપોનો નાશ થાય છે. આવું ધાર્મિક મહત્વ ધરાવતી પૂણ્ય સલિલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા આશરે ત્રણથી સાડાત્રણ હજાર કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે, જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાને કારણે શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરતા હોય છે. પશ્ચિમ તટે રામપુરા ગામથી તિલકવાડા સુધી તેમ જ પૂર્વી તટે તિલકવાડાથી રામપુરા ગામ સુધી જતી નર્મદા પરિક્રમા આશરે ૨૨ કિલોમીટર જેટલા અંતરની થાય છે, જેમાં બે વખત હોડીમાં બેસી નર્મદા નદીને પસાર કરવી પડે છે. આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવી શ્રધ્ધાળુઓની માન્યતા છે.
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા એ ગુજરાત રાજ્યના રાજપીપળા નજીક નર્મદા નદીના કાંઠા પર કરવામાં આવતી પરિક્રમા છે. આ પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં પગે ચાલીને કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ એક મહિના દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી ધન્યતા અનુભવે છે. તિલકવાડા, જ્યાં પરિક્રમા પૂર્ણ થાય છે.હિંદુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે, ત્યારે એ પ્રવાહ ઉત્તરવાહિની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે. આથી અહીં નર્મદા નદીને ઉત્તરવાહિની કહેવામાં આવે છે.
શિવ તપશ્ચર્યા કરતા હતા ત્યારે તેમના પરસેવા થી રેવા (નર્મદા)નદીની ઉત્પત્તિ થઈ છે.
ચૈત્ર માસની નર્મદા ઉત્તરવાહિની ની પરીક્રમા નો લાભ અવશ્ય લો. નર્મદા માતા પરિક્રમા ના સમયે ગમે તે રૂપે તમને દર્શન આપે છે તમને રેવા(નર્મદા)ના દર્શન કરતાં તેમજ તેમને ઓળખતા આવડવું જોઈએ.
